15.7.21

 આજરોજ કાંટેડા પ્રા.શાળા બોરીયા ખાતે આઈ.ઇ.ડી.રિસોર્સ રૂમનું ઉદ્ઘાટન માનનીય જિલ્લા પ્રો.કો.ડો.વી.એમ.પટેલ સાહેબશ્રી, બ્લોક કો.શ્રી અને મારા મિત્ર ડો.કલ્પેશભાઈ આર પરમાર સાહેબ દ્વારા કરવામાં આવ્યું. ઉદ્ઘાટન સમારોહ માં  એચ.ટાટ સંઘના પ્રમુખ અને મિત્ર શ્રી અહેમદભાઈ પટેલ પે.સે.આચાર્ય શ્રી હનિફભાઈ બને પગાર કેન્દ્રના  આચાર્યશ્રી આઈ.ઇ.ડી.એસ.એસ.સ્ટાફ બને ક્લસ્ટર ના સી.આર.સી.કો.સુરપાલસિંહ અને મહેશભાઈ તથા મારા પરમ મિત્ર જયપાલસિંહ હાજર રહયા હતા.ખાસ બાળકો માટેના આ ખાસ આયોજન કરી રૂમની ફાળવણી કરવા બદલ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડો.વી.એમ.પટેલ સાહેબે રાજીપો વ્યક્ત કરી ટીમ.શહેરનાસ કામને બિરદાવ્યું હતું.સમગ્ર કાર્યક્રમ નું કુશળ સંચાલન  મારા પરમ મિત્ર અર્જુનસિંહ  દ્વારા કરવામાં આવ્યું.


દિવ્યાંગ બાળકોના રિસોર્સ રૂમના ઉદ્ઘાટન સમારોહમાં હાજર રહેવાની તક મળી તેનો મને આનંદ છે.શાળાના આચાર્યશ્રી અને મારા મિત્ર રાજેશભાઇ દ્વારા સન્માન કરવા બદલ શાળા પરિવારનો આભાર વ્યક્ત કરું છું.


ખાસ બાળકોના આ રિસોર્સ રૂમનો  વિદ્યાર્થી દ્વારા મહત્તમ  ઉપયોગ થાય તેવી શુભેચ્છા.....


શ્રેષ્ઠ શિક્ષણ થકી શ્રેષ્ઠ સમાજની રચના


સી.આર.સી.કો.ગોવિંદ ડી.ભોઈ




Comments

Popular posts from this blog

28.06.21

14.06.2021

25.06.21